Friday, May 5, 2017

Samay nathi

સમય નથી સમય નથી તો સમય ક્યાં જાય છે ?
મને ચોવીસ કલાક અને તમને પણ ચોવીસ કલાક,
બધાને મળે સરખો સમય, તો સમય ક્યાં જાય છે.

ઉઠવાથી લઇને સુવા સુધી, શું હોય છે સમયનું ભાન?
શું કરવું છે આજે, એનું છે કોઈ નામ ને ઠામ ?

આમતેમ આમતેમ, વોટ્સઅપ ને ફેસબુક,
હરીફરીને આજ કામ, એમાં વેડફાય છે સમય ક્યાં ?

હવે તો મોબાઈલ માઝા મૂકી, હવે તો જગ ઇન્સાન,
રમવામાં બાળપણ વિત્યું, ભણવામાં યુવાની,
પછી થોડું કામ કર્યું અને ભજનમાં ઢળતી સાંજ

આ બધું તો પોતાના માટે, સમાજ માટે શું ?
જો જો હજુ પણ કઈ નથી મોડું, જાગી જા  જરાક,
થોડું થોડું જીવી લઇ ઇન્સાન,  સમય આપ જરાક

જીવ્યા હશો જો બીજા માટે, મળી રહેશે સહારો,
સંકટ સમયે કામ આવશે, એ જ સમય તારો


No comments:

Post a Comment

ભારતના યુવાધનની વિદેશવાટ

  ભારતના યુવાધનની વિદેશવાટ   ભારત એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ખરો. સૌથી યુવાન દેશ હોવાનો અર્થ અ...