Tuesday, May 25, 2021

જિંદગી

 કોઈ મનથી કરે એવા વ્હાલને શોધું છું,

કોઈ હકથી પૂછે એવા સવાલને શોધું છું.


મારા પ્રત્યેક શ્વાસમાં 'વિશ્વાસ' ને શોધું છું, 

નિરાશામાં પણ આશાનું એક 'કિરણ' શોધું છું.


જિંદગીની રમતમાં ક્યાંક હાર દેખાય છે, 

એ હારમાંથી જીતનાર 'વિશ્વાસ' ને શોધું છું.


જાણું છું કે ઝાંઝવાના જળ જેવી છે જિંદગી, 

છતાં પણ સ્પર્શી શકાય એવી 'પળ' ને શોધું છું.


આ નભ, આકાશ ને કણકણમાં શોધું છું, 

બસ મળે તારો સંગાથ એ જ 'પળ' ને શોધું છું.


ખીલતા ફૂલના ઉપવનમાં સુવાસ શોધું છું,

જીવનને મહેકાવતા એ 'ઉપવન' ને શોધું છું.


મારા દરેક શ્વાસ માટે ઉલ્લાસ શોધું છું,

નિરાશા ભરેલ અંધકારમાં પણ 'ઉજાસ' શોધું છું.


મહેચ્છાને પોષવા, બસ તને શોધું છું, 

ખુશીમાં પણ એક  'આંસુ' હર્ષનું શોધું છું.


જીવન બની જાય ખુશી એવી 'બંદગી' શોધું છું, 

નિરાકાર આ વિશ્વમાં ઈશ્વરનો 'આકાર' શોધું છું.


શૂન્યથી અનંત સુધી 'જિંદગી' જ એક 'પળ' છે, 

છતાં પણ હે 'જિંદગી',  હું તને શોધું છું.

ભારતના યુવાધનની વિદેશવાટ

  ભારતના યુવાધનની વિદેશવાટ   ભારત એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ખરો. સૌથી યુવાન દેશ હોવાનો અર્થ અ...