Friday, May 5, 2017

Shrushti na sarjanhar

સૃષ્ટિના સર્જનહાર તારી તો વાત જ ન્યારી છે,
આ સૃષ્ટિ પર હું આવી એ તારી જ તો બલિહારી છે.

'ઇવ ' એને 'આદમ ' એ તે જ તો આપેલ નામ છે,
બાકી ઇન્સાનની શું હેસિયત કે એ સૃષ્ટિ પર આવે.

રોટી, કપડાં , મકાન, ભલે માણસ તે બનાવ્યા,
પણ સાંજ પડતા એ મળશે કે નહિ એ ઈશ્વર ને હાથ છે.

'હું જાઉં છું ' કહી ઘરેથી નીકળ્યા પછી,
ઘરે પાછો ફરીશ કે નહિ એ તો વિધાતાને હાથ છે.

દરિયાઈ ઝંઝાવાત અને ભૂકંપની ભેખડમાં પણ,
જો જીવિત મળી જાય તો, એ જીવાડનાર ઈશ્વર જ છે.

પ્રાથનામાં ૐ, અલ્લાહ અને ઈશ્વર છે,
દુઆઓમાં પણ ઈશ્વરીય શક્તિની અહેસાસ છે.

'હવે બધું ઈશ્વરને હાથ છે' એવું કહેનાર તબીબ પણ
વિજ્ઞાન અને સંશોધન પછીય ઈશ્વરને આધાર છે.

ઈશ્વર તું કણકણમાં  અને એ કણકણમાં પરમેશ્વ્રની સુવાસ છે. 

No comments:

Post a Comment

"Be You, Follow Your Passion"